Sunday, February 7, 2021

Jindgi banine tame avya

 ધડકતું હ્રદય તો હતું મારી પાસે, 

ધબકાર બનીને તમે આવ્યા. 


સ્વેટર તો હતું મારી પાસે, 

હુંફ બનીને તમે આવ્યા. 


સગા સંબંધી તો ઘણા છે મારા, 

પોતાના બનીને તમે આવ્યા. 


કલમ, કાગળ અને લેખન  શક્તિ તો હતી જ મારામાં, 

કવિતાની પ્રેરણા બનીને તમે આવ્યા.